કાલાવડમાં ખેતરમાં પાણી બાબતે બઘડાટી બોલી: પતિને બચાવવા ગયેલ પત્નિને પણ માર માર્યાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ર૭.કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મુકતાબેન ઘનશ્યામભાઈ કપુરીયા, ઉ.વ.50, રે. ગોલણીયા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે તા.27-10-21 ના ગોલણીયા ગામે ફરીયાદી મુકતાબેન તથા તેના પતિ સાહેદ ઘનશ્યામભાઈ તેઓની વાડીએ ખેતીના કામ માટે ગયેલ હોય અને ફરીયાદી મુકતાબેનની વાડીના સેઢે આરોપી વિપુલભાઈ પ્રેમજીભાઈ કપુરીયા, રે. નાગપુર ગામવાળા ની વાડી આવેલ હોય અને આરોપી વિપુલભાઈના ખેતર માંથી ફરીયાદી મુકતાબેનના ખેતરમાં પાણી આવતા સાહેદ ઘનશ્યામભાઈ આરોપી વિપુલભાઈને ખેતરમાં પાણી ન આવે તે બાબતે સમજાવવા જતા આરોપી વિપુલભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અને સાહેદ ઘનશ્યામભાઈને જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી ફરીયાદી મુકતાબેનની વાડીમાં પડેલ લાકડાના હાથા વાળો પાવડો લઈ સાહેદ ઘનશ્યામભાઈને પાવડા વડે એક ઘા જમણા હાથમા મારી મુંઢ ઈજા કરી ફરીયાદી મુકતાબેન તેના પતિને બચાવવા વચમા પડતા આરોપી વિપુલએ પાવડાનો એક ઘા ફરીયાદી મુકતાબેનને માથાના જમણા ભાગે મારી લોહી લુહાણ કરી ચાર ટાકા જેવી ઈજા કરી તથા પાવડાનો એક ઘા વાસાના ભગો મારી મુંઢ ઈજા કરી ફરીયાદી મુકતાબેનને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.