Home Gujarat Jamnagar બેડીમાં બબાલ : રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને યુવાન તેના પત્નિ , બહેન...

બેડીમાં બબાલ : રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને યુવાન તેના પત્નિ , બહેન પર ચાર શખ્સોનો હુમલો

0

જામનગરના બેડી વિસ્તારમાં રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને હંગામો : એક યુવાન અને તેના પત્ની તથા બહેન પર ચાર શખ્સોએ હુમલો કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ ડિસેમ્બર ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો. જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની બહેનને ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી- જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતો અને ટ્રકમાં ડ્રાઇવિંગ કરતો હારુન અલીભાઈ જામ નામનો ૩૬ વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘેર હતો, જે દરમિયાન સિક્કામાં રહેતો ડાડો નામનો રીક્ષા ડ્રાઈવર કે જે પોતાના સાસરીયા માં અયુબ હાજી ભગાડને ઘેર આવ્યો હતો, અને પોતાની રીક્ષા હારુનભાઈના મકાનની આડે રાખી દીધી હતી.જે રીક્ષાને સાઈડમાં પાર્ક કરવા માટેનું કહેવા જતાં ડાડો તેમજ અયુબ હાજી ભગાડ, હાસમ હાજી ભગાડ અને આદમ હાજી ભગાડ વગેરેએ તકરાર કરી હતી. અને સૌ પ્રથમ હારૂન ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી દીધો હતો.

જે ચારેય લોકો માર મારતા હતા, ત્યારે હારુંન ભાઈને બચાવવા માટે તેની પત્ની રહીમાં (ઉંમર વર્ષ ૩૦) કે જે ને પણ ચારેય હુમલાખોરોએ માર માર્યો હતો. ત્યારબાદ હારુ ની બહેન નજમા (ઉ.વ.૨૮) પણ છોડાવવા માટે વચ્ચે પડી હતી, જેના ઉપર પણ ચારેય શખ્સોએ હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં પતિ પત્ની અને બહેન ત્રણેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં બેડી મરિન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હારુનભાઈ જામની ફરીયાદના આધારે બી.એન.એસ કલમ ૧૧૮(૧) ,૧૧૫(૨) , ૩૫૧(૩)  ,૩૫૨,૫૪ તેમજ જી.પી.હેક્ટ ક.૧૩૫(૧) મુજબ  ચારેય હુમલો ખોરો સામે ગુનો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version