જામનગરના રામેશ્વરનગરમાં યુવાનની હત્યાનો પ્રયાસ: પાંચ સામે ફરીયાદ..
પાંચ શખસોએ કાવતરૂં રચી ઘાતક હથિયારો વડે હુમલો કર્યાની ફરિયાદ : હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
હુમલાખોર આરોપીઓ….
(1) હરદિપસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા, રહે-મચ્છરનગર
(2) માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા
(3) નાગરાજસિંહ વાળા
(4) રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા
(5) ઈંદ્રજીતસિંહ જાડેજા
(રહે ચારેય- રાદલનગર જામનગર)
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦. જામનગર શહેરનાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ગાળો બોલવા બાબતે પૂર્વ આયોજીત કાવતરૂ રચી છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂઘ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં કિષ્નાપાર્ક શેરી નં.3માં રહેતાં દિવ્યરાજસિંહ પરમાર નામના યુવાનના ભાઇ નાગરાજસિંહને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફોન કરી બોલાવ્યો હતો અને ‘તુ કોઇના ઘર પાસે ગાળો બોલસ’ તેમ કહી હરદીપસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા, માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, નાગરાજસિંહ વાળા, રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના પાંચ શખ્સોએ ધનરાજસિહ નામના યુવાનને ઢિકાપાટુંનો માર માર્યો હતો અને પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકયો હતો.
લોહી લુહાણ થયેલા ધનરાજસિહ ને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં આ અંગેની જાણના આધારે પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના ભાઇ દિવ્યરાજસિંહના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂઘ્ધ પૂર્વ આયોજીત કાવતરૂ રચી રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં..
આ અંગે કુલ પાંચ શખસ સામે IPC કલમ- 307, 323, 143, 147, 148, 149, 504, 120(બી) તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે આ કેસની વધુ તપાસ પીઆઇ કે.જે.ભોયે ચલાવી રહ્યા છે.