નવા મોખાણા રોડ પર બે યુવાન પર છરી-ધોકા વડે હિંચકારો હુમલો.
અલીયાબાડાના ત્રણ સહિત છ સામે હત્યાની કોશિષ સહિતની ફરિયાદ દાખલ.
ગર્લફેન્ડના નંબર બીજાને કેમ આપે છે એ મામલે બબાલ સર્જાઇ.
પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા
દરમ્યાનમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથીયારો સાથે આવીને આરોપી કિશનને ગર્લફેન્ડના મોબાઇલ નંબર આપવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આરોપીએ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી છરી વડે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ઘા કરવા જતા ફરીયાદીએ પોતાનો હાથ આડો રાખતા કપાળના ભાગે ઇજા થઇ હતી.
આ વખતે સાહેદ વચ્ચે છોડાવવા પડતા આરોપી અજયએ ધોકાનો એક ઘા સાહેદને માથાના ભાગે ઝીંકી હેમરેજની ગંભીર ઇજા પહોચાડી હતી અને અન્ય આરોપીઓએ હિતેશને આજે તને પતાવી દેવો છે તેમ કહી લાતો મારી શરીરે ઇજાઓ કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડી હથીયાર બંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતો