Home Gujarat Jamnagar જૂની અદાવતમાં મધુરમ સોસાયટીના મિસ્ત્રી યુવાન ઉપર હુમલો: 3 સામે ફરિયાદ

જૂની અદાવતમાં મધુરમ સોસાયટીના મિસ્ત્રી યુવાન ઉપર હુમલો: 3 સામે ફરિયાદ

0

જામનગરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર હુમલો: 3 સામે ફરિયાદ

જામનગર: જામનગર મધૂરમ રેસિડેન્સીમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો રમેશ મગનભાઈ સિંગાડીયા નામનો યુવાન પોતાના મિત્રો સાથે સત્યસાંઈ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાં ઉભેલા વૈભવ ઉર્ફે કાનો અતુલ ભાઈ પરમાર અને તેની સાથેના અન્ય બે સાગરીતોએ છરી વડે ધસી આવી હુમલો કરી દીધો હતો.

આ બનાવ અંગે તેણે ત્રણેય શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપી વૈભવે ચાર મહિના પહેલા ફરિયાદીની ભાણેજ ની મશ્કરી કરી હતી, જેથી તેને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સીટી બી. ડિવિઝન પોલીસ ત્રણેય હુમલાખોરોને શોધી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version