Home Gujarat Jamnagar જામનગરના રણમલ તળાવમાં પાણીનું પ્રમાણ ઘટયું હોવાથી ઘડિયાલી કૂવો દેખાવા લાગ્યો

જામનગરના રણમલ તળાવમાં પાણીનું પ્રમાણ ઘટયું હોવાથી ઘડિયાલી કૂવો દેખાવા લાગ્યો

0

જામનગર શહેર ની મધ્યે આવેલા રણમલ તળાવમાં પાણીનું પ્રમાણ ઘટયું હોવાથી ઘડિયાલી કૂવો દેખાવા લાગ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જાન્યુઆરી ૨૫, જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેની સાક્ષી રૂપે તળાવ ની વચ્ચે આવેલો ઘડિયાલી કૂવો તળાવ ની જળસ્તરનાં વધ-ઘટનો સૂચક છે. ઘડિયાલી કૂવો ડૂબી જાય એટલે તળાવમાં ભરપૂર જળરાશિ એકત્ર થઈ રહી છે, એમ કહેવાય અને કૂવો દેખાવા લાગે એટલે જળસ્તર ઘટયુ એમ કહેવાય છે.સામાન્ય રીતે ઉનાળામાં માર્ચ એપ્રિલમાં ઘડિયાલી કૂવો દેખાવા લાગે છે, અને ચોમાસામાં સારો વરસાદ તથા તળાવમાં નહેર વાટે વરસાદી પાણી ઠલવાય ત્યારે કૂવો ડુબી જાય છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિના ના આરંભે જ ઘડિયાલી કૂવો દેખાવા લાગ્યો છે. ઉનાળાનાં તાપ પહેલા જ તળાવનું જળસ્તર ઘટી જતાં ચિંતાજનક સ્થિતિ છે, એમ કહી શકાય.અગાઉ વહીવટી તંત્ર દ્વારા તળાવમાં પાણી નું જળ સ્તર ઘટી ગયું હોવાથી ‘સૌની’ યોજના હેઠળનું દરેડની કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું, તે રીતે આ વખતે પણ જો પાણી પહોંચાડવા ની જરૂરિયાત ઊભી થાય, તેમ પણ મનાઈ રહ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version