રાજકોટ રેન્જ ના આઇજીપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે જામનગરમાં આગમન: ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
-
જામનગરની એસપી કચેરીએ ગાર્ડ ઓફ ઑનર અપાયું : જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ડીસેમ્બર ૨૪, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને બુકે આપીને સ્વાગત કરાયું હતું.
આઈ જી અશોકકુમાર યાદવ એ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં કોઈ પણ દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, વ્યાજખોરો સામે વધુ સખત બની ગુનાઓ નોંધી કાર્યવાહી કરાશે, આ ઉપરાંત દરીયાઈ સુરક્ષાને વધુ સર્તક કરાશે, જે માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાશે. દરીયાઈ સુરક્ષા વધુ મજબુત કરવા પોલીસ કટીબદ્ધ છે, તેમ આઈ. જી. અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું.