Home Gujarat Jamnagar હાપામાં ભૂમાફીયાઓના ત્રાસથી ગરબી સંચાલકની આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા લોકમાં ઉગ્ર રોષ...

હાપામાં ભૂમાફીયાઓના ત્રાસથી ગરબી સંચાલકની આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા લોકમાં ઉગ્ર રોષ : રેલી સ્વરૂપે આવેદન

0

હાપામાં ભૂમાફીયાઓના ત્રાસથી ગરબી સંચાલકની આત્મહત્યા પ્રકરણના ઘેરા પડઘા, લોકમાં ઉગ્ર રોષ

લોકોએ રેલી યોજી જિલ્લા કલેકટર તેમજ પોલીસવડાને તાત્કાલિક કડક પગલા આવેદનપત્ર પાઠવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર તાલુકાના હાપા ગામમાં ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત એવી છે કે હાપામાં 33 વર્ષથી જય શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નામથી ગરમી મંડળનું સંચાલન કરતાં હરિભાઈ વાલાભાઈ છેયા એ ગત 21મી તારીખે ગરબીના ચોકના મામલે ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

ત્યાર પછી તેણે હોસ્પિટલ માં પોતાના નિવેદનમાં એવું જાહેર કર્યું હતું કે, ગરબી ની જગ્યા કે જે સરકારી કોમન પ્લોટ ની જગ્યા છે. જેમાં હાપાનાજ ચાર માથાભારે શખ્સ ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરી રહ્યા છે.

જે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અને માથાભારે શખ્સો પોતાને ધમકી આપી રહ્યા હોવાથી ગરબી ની બાળાઓ માટે થઈને પોતે જીવ આપી રહ્યા છે. તેમ જણાવ્યુ હતું.

ત્યાર પછી તેઓનું મૃત્યુ નીપજયું હતું.
સમગ્ર મામલો પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. અને આખા ગામના જ માથાભારે શખ્સો ભનાભાઈ રાણાભાઈ, વનરાજભાઈ લોખીલ, વગેરે ચાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

જે બનાવ ને એક સપ્તાહ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતાં આખરે સમગ્ર હાપા ગામ માં અને ગરબી મંડળ સાથે જોડાયેલી બાળાઓ અને તેમના પરીવારજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. અને મૃતકના પુત્ર ની આગેવાનીમાં હાપા ના ગ્રામજનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ જઈ વિસ્તૃત આવેદન પત્ર આપ્યું હતું.

ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપી ચારેય ભૂ- માફિયાઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવા તેમ જ ગરબી ની જગ્યા ખુલ્લી કરાવી આપવા માંગણી કરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version