Home Gujarat Jamnagar જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના સામે આવી : પોલીસે ૩ શકમંદોને ઉઠાવી...

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના સામે આવી : પોલીસે ૩ શકમંદોને ઉઠાવી લીધા

0

જામનગર શહેરમાં વધુ એક ચીલઝડપની ઘટના સામે આવી

  • ગણપત નગર વિસ્તારમાં બાઈકમાં જઈ રહેલા એક યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લેવાયો

  • ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં ત્રણ ગઠિયાઓ સોનાનો ચેઇન ઝુંટવીને ભાગી છૂટ્યા: પોલીસે ૩ શકમંદોને ઉઠાવી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫ જામનગરમાં ચીલ ઝડપની વધુ એક ઘટના બની છે. તાજેતરમાં એક વૃદ્ધ મહિલા ના ગળામાંથી હિરજીમિસ્ત્રી રોડ પર રૂપિયા દોઢ લાખના સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હતી. અને તેમાં એક્સેસ સ્કૂટરમાં બે શખ્સો ચીલ ઝડપ કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.દરમિયાન ગઈકાલે વધુ એક ન બનાવ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દિનેશભાઈ ખનાભાઈ પરમાર (૪૪) કે જેઓ ગણપત નગર વિસ્તારમાંથી પરમદીને રાત્રિના ૧૧.૧૫ વાગ્યા ના અરસામાં બાઈક લઈને પોતાના ઘર તરફ જતા હતા, જે દરમિયાન ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં આવેલા અજાણ્યા શખ્સો ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરીને ભાગી છૂટ્યા હતા.જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો હરકતમાં આવ્યો હતો, અને સી.સી.ટી.વી. કેમેરાના અલગ અલગ ફુટેજ મેળવ્યા હતા, અને ત્રણ બાવરી શખ્સો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને ગણતરી ના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version