જામનગર એરપોર્ટ પર વધુ એક ધર્મ ધુરંધર બાગેશ્વર બાબાનું આગમન
-
વનતારા’ નિહાળવા જામનગર આવી પહોંચ્યા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ માર્ચ ૨૫ , જામનગરમાં રિલાયન્સનાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવોનાં વિશ્વનાં સૌથી મોટા રેસ્ક્યુ સેન્ટર તથા કૃત્રિમ નિવાસ સ્થાન ‘વનતાર’ નિહાળવા માટે એક પછી એક દેશના મહાનુભાવો, ધર્મગુરુઓ વગેરે જામનગર આવી રહ્યા છે. જેનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. અને જામનગરના એરપોર્ટ પર વીવીઆઈપી અવરજવર ચાલુ રહી છે.