Home Gujarat Jamnagar જામજોધપુર પંથકમાં વધુ એક ‘લુટેરી દુલ્હન’નો બનાવ : રાણી રફુચક્કર

જામજોધપુર પંથકમાં વધુ એક ‘લુટેરી દુલ્હન’નો બનાવ : રાણી રફુચક્કર

0

જામજોધપુર પંથકમાં વધુ એક ‘લુટેરી દુલ્હન’ નો બનાવ

  • બગધરાના યુવાન સાથે રૂા.1.70 લાખમાં લગ્ન કર્યા બાદ નાગપુરની દુલ્હન ફરાર, છૂટાછેડા આપવાની ધમકી આપી વધુ 30,000 માંગ્યા : 6 સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ એપ્રિલ ૨૩ : જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા અને છૂટક વેપાર કરતા સુભાસભાઈ ભગવાનજીભાઈ કોટડીયા કે જેને લગ્ન કરવા હોવાથી તેણે જામજોધપુર તાલુકાના મોટી ગામના દંપત્તિ અલૂબેન ઇશાકભાઇ ઘોઘા, અને ઇશાકભાઈ ગુલમામદભાઈ ઘોઘા, ઉપરાંત કચ્છ ના બરાઈ ગામના દંપત્તિ રિયાબેન અજયભાઈ સોઢા અને અજય ભીખુભાઈ સોઢા સાથે રૂપિયા એક લાખ 70 હજાર માં સોદો કર્યો હતો, અને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરની રાણીબેન વિજયભાઈ ગાયકવાડ સાથે 30.11.2022 ના દિવસે લગ્ન કર્યા હતા.

જે રકમ ચૂકવીને લગ્ન કરીને પોતાના ઘેર લાવ્યા પછી એકાએક રાણીબેન રફુચક્કર થઈ ગઈ હતી, અને તેની તપાસમાં દરમિયાન જાણવા મળ્યું હતું, કે તેણી પરણી હતી, અને તે વાત છુપાવીને તમામ લોકોને રાણીબેન ના બીજા લગ્ન કરાવી દીધા હતા. જે બાબતે અન્ય એક મહિલાએ ધાક ધમકી આપી હતી, અને છૂટાછેડા લેવા માટે દબાણ કરી વધુ 30,000 રૂપિયાની માંગણી કરી હતી.

આખરે સમગ્ર મામલો શેઠવડાળા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને સુભાષભાઈ ભગવાનજીભાઈ કોટડીયા ની ફરિયાદના આધારે પોલીસે મોટીગોપ ગામના દંપત્તિ અને કચ્છના દંપતિ, ઉપરાંત નાગપુરની ક્ધયા રાણીબેન ગાયકવાડ તથા અન્ય એક અજાણી સ્ત્રી સામે આઇપીસી કલમ 406,494 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version