જામનગરનાં શ્રી સત્યનારાયણ મંદિરે યોજાયો અન્નકૂટ ઉત્સવ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ એપ્રિલ ૨૪ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનનાં પ્રાચીન મંદિરે ચૈત્ર સુદ એકમ – હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માજીએ ચૈત્ર સુદ એકમથી જ સૃષ્ટી નિર્માણ આરંભ કર્યુ હોવાથી સનાતન હિંદુ ધર્મમાં સૃષ્ટી નો શુભારંભ પણ આ જ દિનથી માનવામાં આવે છે
ત્યારે વર્ષમાં પ્રથમ ભગવાને ભોગ અર્પણ કરી પછી ભક્તો ભોજન લે એ માટેની અન્નકૂટની પરંપરાને કારતક સુદ એકમની જેમ જ ચૈત્ર સુદ એકમનાં દિને પણ નિભાવવામાં આવી હતી. ભગવાન સમક્ષ નિજ મંદિરમાં વિવિધ મિષ્ટાન – પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોએ બહોળી સંખ્યામાં અન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ લીધો હતો.