જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલી ખેડૂત બુઝુર્ગની ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો
- જમીન વેચાણથી આપ્યા પછી ચાર આરોપીઓએ જમીન ખાલી નહીં કરતાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના ખેડૂત બુઝુર્ગની જમીન પચાવી પાડવા અંગે ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વલીમહંમદ ભાઈ ઉંમર ભાઈ જુણેજા ઉંમર વર્ષ (૬૪) કે જેઓએ ધ્રાફા ગામના ઈબ્રાહીમ કાસમ જુણેજા વગેરે સાથે ધ્રાફા ગામમાં આવેલી ખેતીની જમીન કે જેના રેવન્યુ સર્વે નંબર-૧- ૫૫૭ હેકટર આરે. ચોરસ મીટર ૪૪.૪૨ તેમજ સર્વે નંબર -૨ ૫૬૪ હે.આરે એક તારા સાથે ચોરસની ૨ ૪૩-૩૦ ના ક્ષેત્રફળ ની ખેતી ની જમીન કે જે વેચાણથી લીધી હતી, અને તેના વેચાણ કરાર કર્યા હતા.