Home Gujarat Jamnagar જામનગર જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેધરાજાની પધરામણી

જામનગર જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેધરાજાની પધરામણી

0

જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી : છૂટો છવાયો વરસાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જુલાઈ ૨૪ જામનગર શહેર અને જિલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. જોકે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, પરંતુ આજે ફરી વરસાદી માહોલ બંધાયો હોવાથી વધુ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે.

જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ આજે સવારથી એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો હતો, અને ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ક્યારેક ક્યારેક મેઘગર્જના પણ સાંભળવા મળી હતી, પરંતુ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જ્યારે વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે કાલાવડ માં પણ ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જામજોધપુરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈકાલે ધોધમાર ૩૦ મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભામાં ૧૦ મી.મી., ધ્રોળ તાલુકાના જાલીયાદેવાણી ગામમાં ૧૫ મી.મી., કાલાવડ તાલુકા ના મોટા વડાળામાં ૧૫ મી.મી., અને નવા ગામમાં ૧૦ મી.મી., જામજોધપુર તાલુકાના જામવાડીમાં ૧૨ મી.મી., ધૂંનડામાં ૧૮ મી.મી. પરડવામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવાયા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૮.૫ જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી સેન્ટિગ્રેટ નોંધાયું છે. વાતાવરણમાં ભેજ પ્રમાણ ૮૮ ટકા રહું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ થી ૨૦ કી. મી.ની જડપે રહી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version