જામનગરમાં સાતનાલા રેલવે ફાટક પાસેથી એક શખ્સ દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સાતનાલા રેલવે ફાટક નજીકથી દેશી હાથ બનાવટ રિવોલ્વર સાથે નીકળેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાતનાલા રેલવે ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને અટકાવીને તેનું નામ પૂછ્યું હતું.
પોલીસ દ્વારા તેની તલાસી લેવાતાં તેના કબ્જામાંથી દેશી બનાવટની એક રિવોલ્વર મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા ૫,૦૦૦ ની કિંમતની રિવોલ્વર કબજે કરી લઇ તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.