Home Gujarat Jamnagar એકટીવા અથડાવી વૃદ્ધને માર મારી લૂંટનાર 3 દરબાર ઝડપાયા

એકટીવા અથડાવી વૃદ્ધને માર મારી લૂંટનાર 3 દરબાર ઝડપાયા

0

દરેડ જી.આઇ.ડી.સી.ની લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી એલસીબી: 3 ની ધરપકડદેશ દેવી ન્યુઝ જામનગર: O9.જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા કિરીટભાઇ પ્રેમજીભાઇ ચુડાસમાએ દરેડ ફેસ -03 મા આવેલ કારખાના માંથી છુટી મો.સા.મા પોતાના ઘરે જતા હતા ત્યારે દરેડ જી.આઇ.ડી.સી.મા ફેસ -03 પાસે બાલાર્ક કારખાના નજીક પહોંચતા એક એકટીવામાં આવી ગાડી ભટકાડી બે માણસ ગાડીની આગળ ઉભા રહી કહેલ કે કેમ દેખાતુ નથી .

તેમ કહી બોલાચાલી કરી મોઢા ઉપર માર મારી , પૈસાની માંગણી કરતા પોતાની પાસે પૈસા નહી હોવાનુ જણાવતા તે દરમ્યાન ત્રીજો માણસ આવી ઢસડી લઇ જઇ ઢીકા પાટુથી મુંઢ માર મારી ખીસ્સા માંથી રોકડ રૂપીયા 14,000 / – તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન -01 કિ.રૂ. 14,000 / – ની લૂંટ કરી કઇ નાશી ગયેલ જે ગુનો વણશોધાયેલ હતો. આ લૂંટના ગુનાના બનાવ અંગે એલ.સી.બી.ના અધિકારી-સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. તથા જામ પંચ બી પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુ તથા રોડ ઉપર ના સીસી ટીવી ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ હતી.

આ લૂંટનો ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી. દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી , તે દરમ્યાન LCB ના હરદિપભાઇ ધાંધલ , શીવભદ્રસિંહ જાડેજા , ફીરોઝભાઇ ખફી , નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે , ફરીયાદી કિરીટભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા ને મુંઢ મારી મારી રોકડ તથા મોબાઇલ ફોનની લૂંટના ગુનામા આરોપી – ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ , ધ્રુવરાજસિંહ જાડેજા તથા વિશ્વારાજસિંહ જાડેજા રહે બધા જામનગર નાઓ સંડોવાયેલ છે.મજકુર ઇસમ હાલ એકસેસ મો.સા. જી.જે .10 ડીજી 2243 નુ લઇને જામનગર સમપર્ણ સર્કલથી આગળ સ્વામીનારાયણ મંદિર પાસે પસાર થતા નીચે મુજબના ત્રણેય આરોપીન  એકસેસ મોપેડ સાથે પકડી પાડયા હતા

પકડેલ આરોપીઓ:  ( 1 ) વિશ્વરાજસિંહ નટુભા જાડેજા (રહે , રામેશ્વરનગર , નંદનપાર્ક , જામનગર મુળ- બેડ તા.જી.જામનગર) ( 2 ) ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ (રહે . રાંદલનગર , શાંતિનગર , જામનગર મુળ- ચરખડી તા.ગોંડલ ( 3 ) ધ્રુવરાજસિંહ હરદેવસિંહ જાડેજા (રહે . રામેશ્વરનગર , માટેલયોક , જામનગર મુળ- સાતુદડ વાવડી)

આરોપીઓ પાસેથી લૂંટનો કબ્જે કરાયેલ મુદામાલ :

રોકડ રૂપીયા 3. 14,000 તથા એક મોબાઇલ ફોન, આરોપી પાસેથી લૂંટમા ઉપયોગ લીધેલ -એકસેસ- મોટર સાયકલ કિ.રૂ .30,000 / તથા મો.ફોન -3 કિ.રૂ 15,000 / કબ્જે કરેલ છે . જામનગર પોલીસ દ્વારા લૂંટ ચલાવનાર ત્રણ ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , હરદિપભાઇ ધાધલ , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશોકભાઇ સોલંકી , નાનજીભાઇ પટેલ , ભગીરથસિંહ સરવૈયા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , વનરાજભાઇ મકવાણા , ખીમભાઇ ભૌચીયા , દોલતસિંહ જાડેજા , ધાનાભાઇ મોરી , યોગરાજસિંહ રાણા , ફિરોઝભાઇ ખફી , કિશોરભાઇ પરમાર , શીવભદ્રસિંહ જાડેજા , હીરેનભાઇ વરણવા , નિર્મળસિંહ એસ જાડેજા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , મેંન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તેમજ પો.સબ ઇન્સ શ્રી સી.એમ કાટેલીયા તથા જામ પંચ બી પો.સ્ટે.ના સ્ટાફનાઓ દ્વારા કરવામા આવેલ છે .

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version