Home Gujarat Jamnagar જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા અતિવૃષ્ટિ બાદ રોગચાળો અટકાવવા કાર્યવાહી

જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા અતિવૃષ્ટિ બાદ રોગચાળો અટકાવવા કાર્યવાહી

0

જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા અતિવૃષ્ટિ બાદ રોગચાળો અટકાવવા માટેની સધન કાર્યવાહી હાથ ધરાઈ

  • જિલ્લા ભરના ગામોમાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા દવા વિતરણ તેમજ દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રોગચાળા ની પરિસ્થિતિ ઉદભવે નહીં તેમજ લોકોનું આરોગ્ય સલામત જળવાઈ રહે તેવા હેતુસર રાજ્ય સરકાર ની સુચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ ના નિર્દેશ મુજબ સમગ્ર જામનગર જિલ્લામાં રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા ના માર્ગદર્શન હેઠળ તમામ ૨૫૬ જેટલા પેટા,પ્રાથિમક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવેલા હતા, અને આરોગ્ય કમૅચારીઓ ની ૨૦૯ જેટલી ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરી તાવ ના ૧૨૯, શરદી ઉધરસ ના ૬૦ અને ઝાડા ના ૧૭ જેટલા કેસોને સારવાર આપવામા આવી હતી.
તેમજ ગ્રામ્ય કક્ષાએ થી કરવામાં આવતા ક્લોરીનેશન મોનીટરીંગ ના ૩૬૨ ટેસ્ટ કરીને જરૂરિયાત મુજબ ૧૧૭૬૦ જેટલી કલોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું સઘન મોનીટરીંગ,સુપરવિઝન અને માર્ગદર્શન તમામ જિલ્લા અધિકારીઓ , તાલુકા હેલ્થ ઓફિસરો તથા જિલ્લા સુપરવાઈઝર વી પી જાડેજા, નીરજ મોદી અને ડીપીસી યજ્ઞેશ ખારેચા દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ એચ ભાયા દ્વારા મોટીખાવડી,પડાણા,મેઘપર, કાનાલુસ વગેરે વિસ્તારોમાં જાત તપાસ કરી ગુણવત્તાયુક્ત કામગીરી માટે નિર્દેશો આપ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version