જામનગરના જમીન દલાલની હત્યા કેસમાં આરોપીનો છૂટકારો
- શહેરના વિદ્વાન વકિલ કોમલબેન ભટ્ટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને છોડી મુકવા કર્યો હુકમ
- શંભુભાઇ ડાંગરની જમીન-મકાનની દલાલી બાબતે મુકેશ નરશી રાઠોડ સાથે ડખ્ખામાં હત્યા નિપજાવી હતી.
દેશ દેવી ન્યુઝ જામનગર તા. 28 જૂન 23 જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા શંભુભાઇ જેસંગભાઇ ડાંગરની 29 ઓકટોબર 2019 ના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં આડેધડ છરી મારી હત્યા કરવાના કેસમાં મુકેશ નરશી રાઠોડને નિર્દોષ મુકત કરવામાં આવ્યો છે.
શહેરભરમાં ચર્ચા જગાવનાર આ બનાવની હકિકત એવી છે કે ગત તારીખ 29/10/2019 ના રોજ ગુલાબનગર સતવારા સમાજવાડી, નજીક શંભુભાઇ ડાંગરની જમીન-મકાનની દલાલી બાબતે માથાકુટમાં મુકેશ નરશી રાઠોડે હત્યા નિપજાવી હતી ત્યારબાદ સીટી એ ડિવિઝન પોલીસે ઇન્ડિયન પિનલ કોડ 302 સહિત કલમ લગાડી મુકેશ રાઠોડની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ અને આ કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતા આરોપી તરફે જામનગરના વિદ્વાન વકીલ કોમલબેન ભટ્ટની સાહેદોની જીણવટ ભરી ઉલટ તપાસ તેમજ હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ દલીલોને ડિસ્ટ્રીકટ જજ શુભદા બક્ષીએ ગ્રાહ્ય રાખી આરોપી મુકેશ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ.
આ કેસમાં આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ, મિલનભાઇ કનખરા, કે.કે. ઝાલા, વનરાજ મકવાણા તેમજ સહાયક તરીકે દિવ્યાબેન અને જયદિપ મકવાણા રહ્યા હતાં.