લાંચની રકમના બે હપ્તા કરવા પોલીસકર્મીને ભારે પડી ગયા..
પ્રથમ હપ્તો લીધા બાદ 2500નો બીજો હપ્તો લેવા જતા ફસાયો..
અરજીમાં અટકાયતી પગલાં લઈ મારકૂટ કે હેરાન ન કરવા બદલ 6000ની લાંચ માગી હતી
પોલીસ સ્ટેશનથી 150 મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાં ACB એ સફળ ટ્રેપ કરી
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૭ જૂન ૨૨.જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીએ રૂ.2500 ની લાંચ લેતાં પકડી પાડયો છે. અરજદાર પાસેથી અરજીના કામ પેટે 6 હજારની લાંચની માંગણી કર્યા બાદ 3500 રૂપિયાની રકમ અગાઉ સ્વીકારી લીધી હતી જ્યારે બીજો હતો રૂ.2500નો સ્વીકારતી વેળા એ એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડયો છે.જામનગરમાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દળના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે અરજીના કામ પેટે રૂપિયા 6 હજારની લાંચની માગણી કરી હતી. અરજીની તપાસ દરમિયાન હેરાન “ન” કરવા અને મારકૂટ ના કરવા માટે રૂ 6 હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ 3500 સ્વીકાર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂ.2500 ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો.લાંચની માંગણી અરજી મળતાં જ જામનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ગોઠવી હેડ કોસ્ટેબલ અરજણ ડાંગરને રૂપિયા 2500ની લાંચ લેતા આબાદ પકડી પાડયો છે એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.