Home Gujarat Jamnagar જામનગર શેખપાટમાં મંદિરના કામમાં રૂપિયા મંગાતા ACB પ્રગટી : સરપંચના પતિ અને...

જામનગર શેખપાટમાં મંદિરના કામમાં રૂપિયા મંગાતા ACB પ્રગટી : સરપંચના પતિ અને ઉપ સરપંચ પકડાયા: જુવો Video

0

જામનગરની લાંચ-રુશ્વત શાખા નું ‘વર્લ્ડ એન્ટી કરપ્શન ડે’ ના દિવસે જ બે લાંચખોરોને ઝડપી લેવા માટે નું સફળ ઓપરેશન

  • જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ અને ઉપસરપંચ રૂપિયા ૬૦,૦૦૦ ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા
  • શેખપાટ ગામમાં માટીના કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી બન્નેએ ત્રીસ-ત્રીસ હજાર રૂપિયાની લાંચ ની માંગણી કરતાં લાંચ નું છટકું ગોઠવાયું હતું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડિસેમ્બર ૨૩  જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા આજે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને તેની સાથે જ લાંચ નું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું, અને શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ તથા ઉપ-સરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ૬૦,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા. લાલ બંગલા સર્કલમાં લાંચ લેવા અંગેનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, અને બંનેની અટકાયત કરી લેવાઇ છે.

જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા આજે નવમી ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એન્ટી કરપ્શન ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી, અને તે અંગેનો જામનગરની એક સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો, અને વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વત ધારા સંબંધી જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી, અને તે અંગેના જાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજના દિવસે જ એસીબી ની ટીમ દ્વારા લાંચ નું સફળ ઓપરેશન પણ પાર પાડવામાં આવ્યું હતું.જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ મનસુખ નાથા ચાવડા કે જેઓ શેખપાટ ગામના હાલ સભ્ય છે, તે ઉપરાંત ઉપ સરપંચ રામજીભાઈ કણઝારીયા કે જેઓએ ગામમાં જ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી. અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે, તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ ૩૦,૩૦ હજાર રૂપિયા ની લાંચ ની માંગણી કરી હતી.

કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર ની એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં નવમી ડિસેમ્બરના મોડી સાંજે લાંચ ની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જે મુજબ જામનગર એ.સી.બી. ની ટિમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ ત્રીસ હજાર ની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી. ની ટીમેં બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા.અને વિધીવત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version