જામનગરમાં જીજી હોસ્પિટલ ના ગેઇટ પાસે સ્કોલરશીપ ના મુદ્દે એબીવીપીના ઘરણાં : વિરોધ પ્રદર્શન
એબીવીપીના કાર્યકરો પોસ્ટર સળગાવી રસ્તા પર બેસી જતાં ચક્કાજામ: પોલીસે ૩૦ કાર્યકરોની અટકાયત કરી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા સ્કોલરશીપના મુદ્દે વિરોધ દર્શન કરાયું હતું, અને જામનગરની જીજી હોસ્પિટલના ગેઇટ નજીક ના માર્ગે અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા, અને સૂત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરી પોસ્ટર સળગાવ્યા હતા.આ ઉપરાંત કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર બેસી જતાં જીજી હોસ્પિટલ રોડ નો ટ્રાફિકજામ થઈ ગયો હતોઝ અને ભારે દોડધામ થઈ હતી. સિટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ૩૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી લઈ પોલીસે હેડ ક્વાર્ટર માં લઈ ગયા હતા, અને તેઓ સામે અટકાયતી પગલા ભરવામાં આવી રહ્યા છે.જોકે મોડેથી ટ્રાફિક વ્યવસ્થા પોલીસે સંભાળી લીધી હતી, અને વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો.