કાલાવડ નજીક સરવાણીયા ગામમાંથી ૧૬ વર્ષની સગીરા નું અપહરણ : બાલંભડી નો શખ્સ ઉઠાવી ગયા ની ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.