જામનગર નજીક વિજરખી પાસે બુલેટ પર નીકળેલા એક યુવાનની કારની ઠોકરે હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર
-
પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે જ પતિનું કાસળ કઢાવી નાખ્યાનું પોલીસ તપાસમાં સામે આવતાં સનસનાટી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ એપ્રિલ ૨૫ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું અને તેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યા નું સામે આવતાં પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું છે, અને પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધ્યો છે.
અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડ થી જામનગર તરફના માર્ગે બુલેટ નો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતક ની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું. જેથી આ સમગ્ર બનાવમાં પોલીસે કાર કબ્જે કરી લીધી છે, તેમજ મૃતક રવિ ના પિતા ધીરજલાલ મારકણા ની ફરિયાદ ના આધારે આરોપી અક્ષય ડાંગરિયા અને મૃતક રવિની પત્ની રીંકલ સામે હત્યા અંગેનો ગુનો નોંધી લીધો છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.પોલીસ તપાસ દરમિયાન આરોપી કે જેણે પ્રેમમાં અંધ બની ગયા બાદ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હોવાનું સામે આવ્યું છે. રીંકલ ના પ્રેમ સંબંધના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડા બાદ છુટાછેડા અપાયા હતા.