Home Gujarat Jamnagar જામનગરનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2 લાખ પડાવી લીધા

જામનગરનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો : 2 લાખ પડાવી લીધા

0

જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો એક યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો

  • મહારાષ્ટ્રની એક યુવતી તથા અન્ય ચાર શખ્સો સામે લગ્નની લાલચ આપી રૂપિયા બે લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૪, જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને કલર કામની મજૂરી કરતો એક યુવાન લૂંટેલી દુલ્હન નો શિકાર બન્યો છે. જામનગરના જ તેના મિત્ર અને સુરતની એક યુવતી તથા અન્ય મળતીયાઓ સહિત પાંચ શખ્સો સામે લગ્નની લાલચ આપી રૂપિયા બે લાખ પડાવી લીધાની અને યુવતિને જામનગર નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ પાછળ રાજીવનગરમાં રહેતા અને કલરકામની મજૂરી કરતા નાથાભાઈ વિરમભાઈ પરમાર નામના ૪૮ વર્ષના યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી રૂપિયા બે લાખ પડાવી લેવા અંગે મૂળ મહારાષ્ટ્ર ની વતની અને હાલ સુરતમાં રહેતી મનીષા ગજાનંદ માનવતે તેમજ સુરતની જીજાબેન પાટીલ અને શામીબેન સલીમભાઈ, ફરજાનાબેન, અને જામનગરમાં રહેતા અસગર મુસા ભાઈ સોતા સામે ફરિયાદ નોંધાવી છે.

જે તમામ આરોપીઓ સામે સિટી સી. ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે નો ગુન્હો નોધી તપાસનો દોર સુરત તરફ લંબાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નાથાભાઈ પરમાર ના લગ્ન થયા ન હોવાથી તેણે પોતાના મિત્ર એવા અસગર મુસાભાઈ સોતા ને જાણ કરી હતી. જેથી અસગરે જણાવ્યું હતું કે સુરતમાં મનીષા નામની એક યુવતી છે, જેના લગ્ન થયા નથી, અને મારે ઓળખાણ છે. અને હું લગ્ન કરાવી આપીશ તેમ કહી વિશ્વાસ ના લીધો હતો.

ત્યારબાદ નાથાભાઈને લઈને તેઓ સુરત ગયા હતા, જ્યાં મનીષા સાથે પરિચય કરાવ્યા પછી અન્ય આરોપીઓ જીજાબેન પાટીલ, શામીબેન સલીમ, તથા ફરજાના બેન વગેરેએ મનિષાબેન સાથે લગ્ન કરાવવાના બહને બે લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ મનીષ મનીષાબેન સાથે ખોટા લગ્ન કરાવી જામનગર નહીં મોકલી બે લાખ પડાવી લીધા હતા, અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version