જામનગરમાં પાંચ વર્ષે ફરી કોંગો ફીવર સામે આવ્યો : કોંગો ફિવરથી આઘેડનું મોત: આરોગ્ય તંત્રમાં દોડધામ
-
પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા એક આઘેડે એક અઠવાડીયાની સારવાર બાદ ગઈકાલે લીધા છેલ્લા શ્ર્વાસ: મૃત્યુ પછી રિપોર્ટે પોઝીટીવ આવ્યો
- જામનગરમાં પાંચ વર્ષ પછી ફરી કોંગો રોગના વાયરસ દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ જાન્યુઆરી ૨૫ જામનગર શહેરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય એક આઘેડનું કોંગો ફિવરને કારણે મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડદામ વ્યાપી ગઈ હતી. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષિય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.