કાલાવડના યુવાન ને બ્લેકમેઈલ કરી મરવા મજબુર કરવાના કેશમાં પતી-પત્ની ની જામીન અરજી રદ કરતી અદાલત
-
હું બે વ્યકિતથી કંટાળી ગયેલ છું, આ બે ના હિસાબે મારે આવું કરવું પડે છે, મને માફ કરો મારી છોકરીનું ધ્યાન રાખજો કહી ને જીવ દીધો હતો
-
યુવાને આત્મહત્યા કરતા પહેલા બે વ્યક્તિના નામે Video બનાવ્યો હતો જે ખુબજ વાયરલ થયો હતો
-
ફરીયાદી પક્ષે રાજેશ ગોસાઈ ની ધારાદાર દલીલો વચ્ચે દંપતિની જામીન અરજી નામંજુર કરવા આદેશ કર્યો હતો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ , કાલાવડ માં વસવાટ કરતા નરેશભાઈ નાથાભાઈ મહીડા ધ્વારા કાલાવડ પો.સ્ટેશન માં ફરીયાદ જાહેર કરેલ કે, તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ તેમના ભાઈ મહેશભાઈ મહીડા એ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. ફરીયાદી એ તેમના ભાઈ ના મોબાઈલ ની તપાસ કરતા તેમાંથી એક વિડીયો મળી આવેલ અને તે વિડીયો માં આરોપી ઓ મનસુખભાઈ દુદાભાઈ વાણીયા ત્થા લક્ષ્મીબેન મનસુખભાઈ વાણીયા તેમના પડોશી થતાં હોય અને તેઓ ને વારંવાર દુ:ખ, ત્રાસ આપતા હોય, તેઓ બહુ બ્લેકમેઈલ કરતા હોય હેરાન કરતા હોય જેથી તેઓએ આત્મહત્યા કરેલ છે, તેવી ફરીયાદ આરોપીઓ સામે નોંધાવી હતી.
જો આરોપીઓની અટક કરવામાં આવશે તો જ તમામ હકિકતો સામે આવે તેમ હોય કે, શું હદે બ્લેકમેઈલ અને હેરાન પરેશાન કરવામાં આવેલ છે, તે તમામ તપાસમાં ખુબજ જરૂરી છે, તે ધ્યાને લઈ અને આ આરોપીઓના આગોતરા જામીન રદ કરવા અરજ કરી છે. આમ, અદાલતે તમામ દલીલો રેકર્ડ અને જે વિડીયો વાયરલ થયેલ છે, તે તમામ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી પતી-પત્નીની આગોતરા જામીન અરજી રદ કરી છે.
આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષભાઈ મુછડીયા રોકાયેલા હતા.