જામનગરમાં વેપારી મહિલાએ બે વ્યાજખોરો વિરૂઘ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ ઓક્ટોબર ૨૩ જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા મહિલાએ વ્યાજે લીધેલી રકમ મુદ્લ અને વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતા મહિલા સહિતના બે વ્યાજખોરોએ વધુ પૈસા પડાવવા માટે મહિલાની દતક પુત્રીના કોરા ચેક ઉપર સહિત કરી ચેક રિટર્ન કરાવ્યાની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં લીમડાલાઈનમાં વૃદ્ધાશ્રમ પાછળ રહેતાં વેપારી ચાર્મીબેન ગજાનંદભાઈ વ્યાસ નામના મહિલાએ એક વર્ષ પહેલાં નવાગામ ઘેડમાં મધુરમ સોસાયટીમાં રહેતાં વિરમ વાઘમશી અને ઈલાબા જાડેજા નામના બંને વ્યાજખોરો પાસેથી 10% ઉંચા વ્યાજે રકમ લીધી હતી અને આ રકમનું વ્યાજ તથા મુદ્લ સહિત ચૂકવી દીધું હોવા છતાં બંને વ્યાજખોરોએ વધુ રૂપિયા પડાવી લેવા માટે મહિલાની દતક પુત્રીના કોરા ચેક પર સહી કરાવી સાડા છ લાખની રકમ ભરી ચેક રિટર્ન કરાવ્યો હતો અને મહિલા પાસે અવાર-નવાર નાણાંની માંગણી કરી અપશબ્દો બોલતા હતાં.