Home Gujarat Jamnagar ખોટું પ્રમાણપત્ર બનાવનાર કલાર્કને 1 વર્ષની કેદની સજા ફટકારતી જોડિયા અદાલત

ખોટું પ્રમાણપત્ર બનાવનાર કલાર્કને 1 વર્ષની કેદની સજા ફટકારતી જોડિયા અદાલત

0

ખોટું પ્રમાણપત્ર બનાવનાર કલાર્કને 1 વર્ષની કેદની સજા ફટકારતી જોડિયા અદાલત

દેશ દેવી ન્યુઝ 30 જામનગર: જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં પુત્ર પરીક્ષામાં નાપાસ થતાં પિતાએ જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હતું.

આ પ્રકરણમા અમદાવાદ સીઆઇડી ક્રાઇમે ત્રણ શખસો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં જોડિયા અદાલતે જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર શાળાના કર્લાકને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિઠ્ઠલગઢ ગામે રહેતા રવિરામ અરજણદાસ સાધુએ પોતાના પુત્ર વસંતને ધો.6 માં બાલાચડી સૈનિક સ્કૂલ પ્રવેશ મળે તે હેતુથી ફોર્મ ભર્યું હતું. પરંતુ વિદ્યાર્થી પ્રથમ વખત નાપાસ થયો હતો.

આથી પુત્રની ઉંમર જળવાઈ રહે તે હેતુથી તેમણે દિવ્ય જ્યોત વિધા વિહાર વિધાલયમાં પ્રવેશ અપાવી સ્કૂલના કલાર્ક અરજનભાઈ ધનાભાઈ ડોડીયાએ ખોટુ જન્મ તારીખનું પ્રમાણપત્ર બનાવી શાળાના આચાર્ય વજુભાઇ પી. ડોડીયા પાસે સહી કરવી ખોટી જન્મતારીખ નું પ્રમાણપત્ર બનાવી બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ ફોર્મ સાથે રજૂ કર્યું હતું.

પરંતુ આ હકીકત બાલાચડી સૈનિક સ્કૂલના સતાવાળાઓના ધ્યાનમાં આવતા સરકારમાં રજુઆત કરી હતી. જેમાં સરકારે સીઆઇડી ક્રાઈમ રાજકોટ ઝોનને તપાસના આદેશ આપ્યા હતાં. આથી સીઆઇડી ક્રાઈમે તપાસ કરીને ત્રણેય આરોપી વિરુદ્ધ ચાર્જ શીટ કર્યું હતું.

આ કેસ જોડિયાની અદાલતમાં ચાલી જતાં જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સુદેસ ગીલે જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર શાળાના કર્લાક અરજણભાઇ ડોડિયાને તકસીરવાર ઠરાવી 1 વર્ષ ની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતાં. આ કેસમાં સરકાર તરફે એપીપી અશોક એસ.પરમાર રોકાયા હતાં.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version