વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું
બાળકો તથા યુવાનોમાં સાહસ, પર્યાવરણ રક્ષાના સંસ્કારો જરુરી – ડી.સી.એફ. આર. ધનપાલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ ઓગસ્ટ ૨૨ : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.
જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં
તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રકીંગ ગોઠવવામાં આવ્યું હતું.
જામજોધપુર નજીકના આલેચ ડુંગરની રેન્જમાં વન વિભાગે ટ્રેકીંગ યોજ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને ૮૦ લોકો જોડાયા હતા. તમામ ટ્રેકર્સ ડુંગરાળ વિસ્તારોમાં કોતરોમાં થઈને વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતા ઘાસના વિશાળ મેદાનોમાં થઈને પરત આવ્યા હતા વન વિભાગ દ્વારા પશુધન માટે જામનગર જિલ્લામાં વર્ષે દહાડે ટનબંધ ઘાસનું ઉત્પાદન પશુધન માટે કરવામાં આવે છે. તે વિશે પણ ટ્રેકર્સ માહિતગાર બન્યા હતા.
બાળકો, યુવાનોમાં સાહસ તેમજ પર્યાવરણ રક્ષાના સંસ્કાર પડે તે માટે આવી ટ્રેકીંગ જેવી પ્રવૃત્તિ જરુરી છે. જામનગર જિલ્લામાં પણ ભરપુર પ્રાકૃતિક સુંદરતા છે. જેની જાળવણી આપણા સહુની ફરજ છે.