જામનગરમાં ગુલાબનગર નજીક પુર ઝડપે આવી રહેલી એક કાર પૂલ પરથી નીચે ખાબકી: ચાલકનો બચાવ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ડીસેમ્બર ૨૩, જામનગરમાં ગુલાબ નગર નજીક એક કાર પુર ઝડપે આવીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. સદભાગ્યે તેમાં બેઠેલા ચાલક ને કોઈ ઇજા થઇ ન હતી, અને આસપાસના લોકોએ તેને કારમાંથી બહાર કાઢી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકીની નજીકના પુલ પાસેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક વાઈટ કલરની હોન્ડા સિટી કાર, કે જે ઓવર સ્પીડ ના કારણે બેકાબુ બની ગઈ હતી અને પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી. જે અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. પરંતુ તેના ચાલકને કોઈ ઈજા થઈ ન હતી. આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને કારની અંદર બેઠેલા કારચાલકને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો.આ બનાવની જાણ થતાં ગુલાબ નગર પોલીસ ચોકી નો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે.