Home Gujarat Jamnagar ધ્રોલમાં દિનદહાડે યુવતિની આબરૂ લેવાનો નિર્લજ પ્રયાસ 

ધ્રોલમાં દિનદહાડે યુવતિની આબરૂ લેવાનો નિર્લજ પ્રયાસ 

0

ધ્રોલમાં દિનદહાડે યુવતીની આબરૂ લેવાનો નિર્લજ પ્રયાસ 

  • સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપનાર શૈલેષ સોલંકી વિરૂઘ્ધ ફરિયાદ
  • આરોપી શખસ દરજી જ્ઞાતિના અગ્રણી હોય, સમાજમાં ફીટકાર સાથે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ ડિસેમ્બર ૨૨ ધ્રોલ: ધ્રોલ ગામમાં આવેલ મેઈન બજાર પાસેના વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરે એકલી હતી તે સમયે ગામમાં રહેતાં શખ્સે યુવતી સાથે શારીરિક અડપલા કરી આબરુ લેવાના ઈરાદાથી નિર્લજ્જ હુમલો કરી અને સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મેઈન બજાર પાસે રહેતી યુવતીની માતા બહાર ગયા હતાં અને યુવતી તેણીના ઘરે બે માસ પહેલાં બપોરના અઢી વાગ્યાના અરસામાં એકલી હતી તે સમયે ધ્રોલના દરજી શેરીમાં રહેતો અને દરજી જ્ઞાતિનો અગ્રણી શૈલેષ ભગવાનજી સોલંકી નામનો શખ્સ યુવતી પાસે આવ્યો હતો અને મરજી વિરુઘ્ધ બળજબરીથી શારીરિક અડપલા કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. જેથી યુવતીએ પ્રતિકાર કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતાં આરોપી ભાગી છૂટ્યો હતો.

આરોપી શૈલેષ અપશબ્દો બોલી સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. શખ્સ દ્વારા કરાયેલા નિર્લજ્જ હુમલો અને ધમકીના બનાવ બાદ યુવતીએ ભયના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બે માસ બાદ આખરે યુવતીએ શૈલેષ સોલંકી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી શૈલેષની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે આરોપી શૈલેષ ભગવાનજી સોલંકી સામે આઇપીસી કલમ 354,504 અને 506-2 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version