પી.આઈ. દ્વારા તપાસ કરનારને વોટ્સઅપ માં ચાર્જશીટ કરવા માટે મેસેજ પણ કરેલ હતો
દેશી દારૂની ભઠીમાં જે ગેસના બાટલાઓ વપરાશમાં લીધેલ તે તમામ બાટલાઓ રીટાર્યડ પી.આઈ.ના નામના હતા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, પંચકોશી ‘એ’ ડીવીઝનના પોલીસ સ્ટાફ પ્રોહીબીશનની ડ્રાઈવમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, મોટી લાખાણી ગામની સીમ ખારા વિસ્તાર સુખુભા ફોજીની વાડી પાછળ આવેલ બાવળની કાંટાળી જાળમ રાજેન્દ્રસીંહ ઉર્ફે રાજુ મહીપતસીંહ તથા વિજયસીંહ મહીપતસીંહ જાડેજાઓ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાની અને તે વેંચાણની પ્રવૃતીઓ કરે છે, તે બાતમીની આધારે રેઈડ કરતા સ્થાનીક જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠી ૨૮૦ લીટર દેશી દારૂ અને બેરલ ત્થા લોખંડના ગેસ વિગેર મળી આવેલ અને આરોપી રાજેન્દ્રસીહ ઉર્ફે રાજુ મહીપતસીંહ જાડેજાની અટક કરવામાં આવેલ અને નાશી જનાર તરીકે વિજયસીંહ મહીપતસીંહ જાડેજા હોય, તે બંન્ને સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતોતપાસ દરમ્યાન આ તપાસ બંન્ને આરોપીઓ દ્વારા આ દેશીદારૂની ભઠીમાં રીટાર્યડ પોલીસ ઈન્સ્પેક્ટર મેધરાજસિંહ ભુરૂભા ઝાલાની સંડોવણી હોવાનું પણ તપાસમાં ખુલેલ અને આ દરમ્યાન આ કેશની તપાસ કરતા પો.ઈન્સ. ને આરોપી મેધરાજસિહ ભુરૂભા ઝાલાઓએ ચાર્જશીટ કરવા માટેનો મેસેજ પણ કરેલ હતો અને આગળ તપાસ ચાલતા બાટલાઓ જે કબજે કરવામાં આવેલ હતા.તે બાટલાઓની રસીદો અરોપીના નામની હોવાનું રેકર્ડ ઉપર આવેલ, તે તમામ તપાસ દરમ્યાન ખુલતા આરોપી મેધરાજસિંહ ભુરૂભા ઝાલાની અટક કરવામાં આવેલ, અને મુખ્ય આરોપીઓ દ્વારા તેમને રોજબરોજ ગુગલ- પે થી રકમ આપવામાં આવતી હતી અને તેમના અને મુખ્ય આરોપીઓ સાથે ટેલીફોનીક આશરે ૧૫૦ જેટલા ફોન થયેલ હોવાની હકિકતો પણ તપાસમાં ખુલેલ, જેથી આરોપીઓને ધોરણસર અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ, જેથી આરોપી રીટાર્યડ પી.આઈ. મેધરાજસિંહ ઝાલા એ નામદાર અદાલત સમક્ષ જામીન મુક્ત કરવા માટેની અરજી દાખલ કરવામાં આવેલ તેમાં તપાસ કરનાર પોલીસ અને સરકાર પક્ષે દલીલો થયેલ કે, આરોપી એક નિવૃત પોલીસ હોવા છતાં અસમાજીક પ્રવૃતીઓ સાથે સંકળાઈ અને તેમાં મદદ કરેલ છે અને આરોપી નિવૃત પોલીસ અધિકારી હોવા છતાં તેમને આ પ્રકારનું જે દુષણ યુવાધનને બરબાદ કરે છેતેમાં વેગ આપવાનું કામ કરેલ છે, આરોપી નિવૃત પોલીસ ઇન્સપેકટર હોય, તેઓ કાયદાની તપાસ પ્રક્રીયાઓથી વાકેફ હોય તેમને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડા કરશે અને તેઓ ફરી આ પ્રકારની પ્રવૃતીઓ કરશે, તથા આરોપી નિવૃત પી.આઈ. હોય, તેઓ તપાસમાં હસ્તક્ષેપ કરશે અને આ કેશમાં અગાઉ પણ તપાસ કરનારને વોટસએપના માધ્યમથી ચાર્જશીટ કરવા માટે પણ હસ્તક્ષેપ કરેલ હોય, તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, માત્ર અનુમાનીત કારણો કે, તપાસમાં હસ્તક્ષેપ કરશે અને સાક્ષી પુરાવા સાથે ચેડા થશે અને ગુગલ પેઈથી પૈસા જમાં કરાવમાં આવેલ છે, તે તમામ કારણો તે પુરાવાનો વિષય છે અને તેવા અનુમાનીત કારણોથી આરોપીને જામીન ન આપી અને જેલમાં રાખવા તેવો કોઈ કાયદાનો હેતું ન હોય શકે અને આરોપીને જેલમાં રાખવા તે તેમના બંધારણીય અધિકારો સામે તરાપ સમાન છે, તેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ આમ, નામ.અદાલતે તમામ દલીલો રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર મેધરાજસીંહ ભુરૂભા ઝાલાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.