જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને સારી વર્તુણુક બદલ જેલ મુક્ત કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ ઓગસ્ટ ૨૪, ગુજરાત રાજ્ય ની જેલ ના પોલીસ મહનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે, તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી ૧૫ ઓગસ્ટ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના આદેશોનુસાર જામનગર જીલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી મનોજ નાનજીભાઈ રાઠોડ ને બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.