Home Gujarat Jamnagar જામનગર જિલ્લામાં ટુ-વ્હીલર માટે નવી સીરીઝ ઇ-ઓકશન થશે

જામનગર જિલ્લામાં ટુ-વ્હીલર માટે નવી સીરીઝ ઇ-ઓકશન થશે

0

જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર વાહનોની નવી સીરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ ઓગસ્ટ ૨૩ જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહનો માટેની GJ-10-DS (જીજે-10-ડીએસ) નવી સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી ક્રરવાનો સમયગાળો આગામી તા.30/08/2023 થી 03/09/2023 સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.03/09/2023 થી 05/09/2023 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.05/09/2023 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version