Home Gujarat Jamnagar જામનગરના શખસે રાજકોટમાં લખણ ઝળકાવ્યા : નકલી PSI બની કર્યો લાખોનો તોડ

જામનગરના શખસે રાજકોટમાં લખણ ઝળકાવ્યા : નકલી PSI બની કર્યો લાખોનો તોડ

0

ગુજરાત ભરમાં નકલી PSI બની તોડ કરનાર જામનગરનો શખ્સ પકડાયો

નકલી પીએસઆઇ બની તોડ કરતો હોવાની અનેક ફરિયાદો ઉઠતા રૂરલ LCB એ તપાસમાં ઝંપલાવતા અસલી PSI પાસે નકલી PSI બન્યો પોપટ.

જામનગરના શખ્સોનું કારસ્તાન નકલી પીએસઆઇ બની કર્યો લાખોનો તોડ..

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે ધાર્મિક પાબારી ને ઝડપી લીધો :

ગુજરાત ભરમાંથી ૨૦ થી ૩૦ સ્થળે તોડ કર્યાનું પોલીસ સમક્ષ ખુલ્યું..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા .૨૫ : રાજકોટ શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરના નકલી પીએસઆઇ બની લાખોની રકમની તોડ કરનાર જામનગરના લોહાણા શખ્સની રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે

રાજકોટ શહેર અને જિલ્લામાં રાજકોટ ગ્રામ્ય LCB ના PSI જયદીપસિંહ પરમાર બોલતો હોવાનું કહી અનેક શખ્સો પાસેથી તોડ કરતો હોવાની ફરીયાદો ઉઠતા રૂરલ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના PI અજયસિંહ ગોહિલ તથા PSI એસ.જે.રાણાની ટીમે નકલી પીએસઆઇનું પગેરૂ દબાવ્યું હતું અને નકલી પીએસઆઇ ધાર્મિક પાબારી ( રહે .જામનગર) વાળાને દબોચી લીધો હતો.

નકલી PSI ધાર્મિક પાબારી રાજકોટ શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીએસઆઇ જયદીપસિંહ પરમાર તરીકેની ઓળખ આપી લાખોની રકમની તોડ કરતો હતો તેમજ અમદાવાદ પંથકમાં સાઇબર ક્રાઇમનો પીએસઆઇ તરીકેની ઓળખ આપી તોડ કરતો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુરના વેપારી અભય ગીરીશભાઇ વડાલીયાના પિતાને પણ નકલી પીએસઆઇ ધાર્મિક પાબારીએ ફોન કરી પોતે રાજકોટ એલસીબીના પીએસઆઇ જયદિપસિંહ પરમાર બોલતા હોવાનું ખોટુ નામ અને હોદ્દો ધારણ કરી વેપારી અભયભાઇ તથા તેના પિતાને વિશ્વાસમાં લઇ વેપારી અભયભાઇ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા મહિલાને બિભત્સ ફોટા મોકલવાની ફરિયાદ થયેલ હોવાનું જણાવી પૂછપરછ કરી ફરિયાદી અભયભાઇ પાસેથી તેનું ફેસબુક આઇડી લીંક અને પાસવર્ડ મેળવી તીનપત્તી ગેમમાં લોગ ઇન થઇ સાડા ચારસો કરોડ ચીસ ટ્રાન્સફર કરી લઇ વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.

જેતપુરના આ છેતરપીંડીના બનાવ અંગે વેપારી અભયભાઇની ફરિયાદ પરથી જેતપુર પોલીસે નકલી પીએસઆઇ સામે ગુન્હો દાખલ કર્યો છે.

દરમિયાન પકડાયેલ નકલી PSI ધાર્મિક પાબારીની રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા ટીમે પૂછપરછ કરતા ધાર્મિક પાબારીએ નકલી પીએસઆઇ તરીકે ગુજરાતમાં ૨૫ થી ૩૦ સ્થળે લાખોની મત્તાનું તોડ કર્યાનું કબૂલ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version