જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ક્ષત્રિય યુવાન નો ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ
- મકાનનું મન દુઃખ કારણભૂત: પાડોશીના ત્રાસ ને કારણે ઝેર પિ લીધાની આશંકા
- કથિત રીતે ઘાક -ધમકી આપ્યા નો ઓડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૪ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય યુવાને ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. મકાનનું મનદુઃખ કારણ ભૂત હોવાનું અને પાડોશીના ત્રાસના કારણે આ પગલું ભરી લીધા નું અનુમાન કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુવા ચુડાસમા નામના ત્રીસ વર્ષના ક્ષત્રિય યુવાને મોડી સાંજે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.