જામનગર નજીક નાઘેડીમાં રહેતા અને આર્મીની નોકરી છોડીને પરત આવી ગયેલા જવાનાનો ગળાફાંસા દ્વારા આપઘાત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ઓક્ટોબર ૨૪, જામનગર નજીક નાઘેડી માં રહેતા અને ભારતીય આર્મીમાં ફરજ બજાવતા એક જવાને પોતાની નોકરી છોડીને ઘેર પરત આવી ગયા પછી દારૂની લતના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લાવડીયા ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા (૪૧) કે જેઓ જમ્મુ કાશ્મીરના આખનુર વિસ્તારમાં ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા, અને એકાએક નોકરી છોડીને પરત આવી ગયા હતા, દરમિયાન તેઓ સતત દારૂનો નશો કરતા હતા, અને ઘર પરિવારના તમામ સભ્યોને હેરાન પરેશાન કરી મનમાની કરતા હોવાનું પોલીસ સમક્ષ જાણવા મળ્યું છે.પોતાની દારૂ પીવાની લતના કારણે ગઈકાલે પોતાના હાથે પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચપોથી બી ડિવિઝનના પ્રોબેશન પી.એસ.આઇ એચ વી રોયલા સમગ્ર મામલ ની ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.