Home Gujarat Jamnagar જામનગરના ભીમવાસમાં નજીવી બાબતે બે પક્ષ વચ્ચે શસ્ત્ર અથડામણ

જામનગરના ભીમવાસમાં નજીવી બાબતે બે પક્ષ વચ્ચે શસ્ત્ર અથડામણ

0

જામનગરના ભીમવાસમાં નજીવી બાબતે બે પક્ષ વચ્ચે બબાલ: સામસામી ફરિયાદ

  • સામુ જોવા જેવી નજીવી બાબતે શસ્ત્ર ખેંચાયા 
  • બને પક્ષના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ સપ્ટેમ્બર ૨૩: જામનગર શહેરના ભીમવાસમાં સામે જોવા બાબતનો ખાર રાખી બેે પક્ષે મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર શહેરના ભીમવાસમાં રહેતા પરેશ ઉર્ફે ભટુ કિશોર પરમાર નામના શખસે ફરિયાદ નોંધાવી છેકે, ત્રણ દિવસ પહેલા એકબીજા સામે જોવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી, તે બાબતનો ખાર રાખી હુશેન સલીમ સંઘાર અને સલીમ સંઘારે કોયતા વડે હુમલો કરી માર મારતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સામાપક્ષે હુશેન સલીમ સંઘારે ફરિયાદ નોંધાવી છે કે, અગાઉની માથાકૂટનો ખાર રાખી પરેશ ઉર્ફે ભટુ કિશોર પરમારે ઠંડાપીણાની બોટલ મારી ઇજા પહોંચાડી, ગાળો કાઢી હતી. પોલીસે બન્નેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા સામે જેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયા બાદ હવે ભીમવાસમાં હથિયારો સામસામે ઉડતા લોકોમાં પણ ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version