Home Gujarat Jamnagar જામનગરમાં હિન્દુ સેનાની ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રા યોજાઈ

જામનગરમાં હિન્દુ સેનાની ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રા યોજાઈ

0

અયોધ્યામાં શ્રી રામજીના આગમનને વધાવવા જામનગરમાં હિન્દુ સેનાની ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રા યોજાઈ

  • ૫૦૦ થી વધુ બાઈક સાથે હિન્દુ સેનાના રામ ભક્તો- કોર્પોરેટરો- જ્ઞાતિના આગેવાનો જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જાન્યુઆરી ૨૪ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. જેની ખુશીમાં છોટી કાશીમાં શ્રી રામજીના આગમન પહેલા હિન્દુ સેના જામનગર દ્વારા ભવ્યાતી ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રાનું આયોજન ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે કરવામાં આવ્યું હતું. શ્રી રામજી ને વધાવવા હિન્દુ સેનાએ પણ જામનગરમાં પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન શ્રીરામ રથ બાઇક યાત્રા દ્વારા કર્યું હતું. આ બાઈક યાત્રા બાલા હનુમાન મંદિરે પૂજન કરી સાંજે પાંચ વાગ્યે હિંદુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી દ્વારા પ્રસ્થાન કરાવી હતી.જે બાઈક યાત્રા હવાઈ ચોક, એવેડીયા મામા, સેન્ટર બેંક, વર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, પંજાબ નેશનલ બેંક, કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર, બેડીનું નાકુ,અને અંતમાં ટાવરે શ્રીરામ દૂધ હનુમાન મંદિરે શ્રીરામ-લક્ષ્મણ -જાનકી અને હનુમાનજીનું સ્વાગત કર્યું હતું. શ્રી રામરથ યાત્રા દરમિયાન તળાવની પાળે બજરંગ ગ્રુપ, એવડિયા મામા પાસે ગજ કેસરી યુવા ગ્રુપના પંડ્યા સહિત, વર્ધન ચોક સીંધી માર્કેટ વાસણ એસોસિએશન, લાલવાડી ફટાકડા એસોસિએશન, કાશી વિશ્વનાથ ખવાસ રાજપૂત યુવા ગ્રુપ દિપક ટોકીઝ, પંજાબ નેશનલ બેંક કોર્પોરેટર આકાશ બારડ દ્વારા સ્વાગત, આ રીતે અનેક સ્થાનો પર સ્વાગત તેમજ ઠંડા પીણા ની વ્યવસ્થા ઉભી થયેલ હતી. શ્રી રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીના રથનું અનેક સ્થળો પર ફટાકડા ફોડી સ્વાગત કરાયું હતું.યાત્રા દરમિયાન જામનગર શહેર દક્ષિણ-૭૯ ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, કોર્પોરેટર અરવિંદ સભાયા, પાર્થ કોટડીયા,પ્રભાબેન ગોરેચા,ડિમ્પલબેન રાવલ, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ કોર્પોરેટર સુરેશ હાલરીયા તેમજ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો તથા બીજેપીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા દરમિયાન બીજેપીના જીતુભાઈ લાલે ફોનથી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સાંસદ પૂનમબેન માડમે હિન્દુ સેનાને પત્ર મોકલાવી શુભકામના પાઠવી હતી.આ યાત્રામાં હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી હિન્દુ સેનાને પૂરો સહયોગ આપ્યો હતો.યાત્રાની શરૂઆતથી જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્શ એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, સહમંત્રી અમૃતભાઈ વાડીયા, ખજાનચી પંકજભાઈ બોરેચિય તથા અયોધ્યાનગર રામ મંદિરે ગ્રુપના આગેવાન લીલાભાઈ મોઢવાડિયા, જીવાભાઈ કારાવદરા, શૈલેષભાઈ વસોયા, કિશોરભાઈ ડાભી તેમજ સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી ધનરાજભાઈ મનગવાણી, પ્રમુખ ઓધવદાસ ચંદીરામાણી,બ્રહ્મ સમાજના અગ્રણી સુનિલભાઈ ખેતિયા તેમજ હિન્દુ કટ્ટર નેતા વ્રજલાલભાઇ પાઠક, વિશાલભાઈ ખખર, ભાવેશભાઈ ઠુમર, કરણી સેના જામનગરના મહામંત્રી હાર્દિકસિંહ ચુડાસમા, જીમી ભરાડની યાત્રા દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહી હતી.આ યાત્રા નું આકર્ષણ રથ બેઠેલા શ્રી રામ-લક્ષ્મણ-જાનકી તથા હનુમાનજી અને રથની પાછળ બહેનો દ્વારા જય શ્રી રામના નારાથી વાતાવરણ રામમય બની ગયું હતું. આજ યાત્રામાં સિંધી યુવાન દ્વારા પોતાની પીઠ પર અયોધ્યા વાપસી ના ચિત્રો દોરી લોકોમાં ઉત્સાહ તેમજ આકર્ષણ જગાવ્યું હતું.

આ યાત્રામાં પૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી (ગ્રામ્ય) ડી.પી. વાઘેલા તથા સીટી ‘ એ’ ડિવિઝનના પી.આઇ એન.એ. ચાવડા તેમજ તેમજ સીટી ‘એ’નો ડિ સ્ટાફ, ટ્રાફિક સ્ટાફ તથા પોલીસ જવાનો ખડે પગે રહી યાત્રાનું રક્ષણ પૂરું પાડ્યું હતું.આ યાત્રાનું આયોજન હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પીલ્લાઈ, મંત્રી મયુર ચંદનના નેજા હેઠળ થયું હતું. જેમાં ધીરેન નંદા, શશીકાંતભાઈ સોની, કિશન નંદા, કરણ દવે, રવિ લાખાણી, જીલ બારાઈ, રામ મદ્રાસી, રાજ ખરા, ઓમો ભાનુશાળી, સંજય ધનવાણી, સાગર નાગપાલ, રાજ રાઠોડ, હર્ષ ભાનુશાળી, જય ભટ્ટ, કનકસિંહ, યોગેશ્વર દ્વિવેદી, ભાવેશ શેઠિયા, મીડિયા સેલના સચિન જોશી સહિત અનેક સૈનિકોએ અથાગ મહેનત કરી યાત્રાને સફળ બનાવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version