જામનગર રાજપૂત સમાજની દિકરીની અનેરી સિદ્ધિ : Gold medal સાથે MBBS ડિગ્રી મેળવી
દેશ દેવી ન્યુઝ તા ૨૭ માર્ચ ૨૫ જામનગર નાં અને મૂળ ગામ દલતુંગી ગામ નાં રાજપૂત સમાજ નાં સુપુત્રી કૃપાક્ષીબા પ્રવિણસિંહ જાડેજા એ જામનગર એમ .પી. શાહ સરકારી મેડિકલ કોલેજ માં MBSS નો અભ્યાસ પૂર્ણ કરી ને ગોલ્ડ મેડલ સાથે ડોક્ટર બની ને ગામ અને પરિવાર માટે ગૌરવ પૂર્ણ ક્ષણ બની છે. કૃપાક્ષીબા એ પોતાના અભ્યાસ, મહેનત અને સંકલ્પબળના આધારે તેઓએ આ સિદ્ધિ મેળવી છે. તેમની સફળતાથી જાડેજા પરિવાર અને ગામલોકોમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે.