જામનગર નજીક ભણગોર ગામે વિરેન્દ્રસિંહ નામના દરબાર યુવાનની હત્યા
- મૃતકના પરીવારે પોલીસમેન અને તેના પિતા સામે નોંધાવી ફરિયાદ : ટેન્કરમાં પાણી ભરવા બાબત નું મનદુઃખ કારણભૂત
- મૃતકના મોટાભાઈ અમદાવાદ PSI હોવાનું જાણવા મળી રહ્યું છે
- આરોપી :(૧) રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જગદિશસિંહ જાડેજા (૨) જગદિશસિંહ બાહાદુરસિંહ જાડેજા (૩)કુંદનસિંહ રામભા જાડેજા રહે બધા ભણગોર ગામ તા લાલપુર જી જામનગર
દેશ દેવી ન્યુઝ તા.૨૫ નવેમ્બર ૨૩ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો તેમાં વિરેન્દ્રસિંહ જાડેજા નામના દરબાર યુવાન ઉપર પોલીસમેન અને તેના પિતાએ છરી વડે ગરદનના ભાગે જીવલેણ હુમલો કરતા દરબાર યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો હુમલાના પગલે નાસભાગ મચી ગઈ હતી