જામનગર અદાલતના સંકુલમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર બે સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૬ ફેબ્રુઆરી ૨૩ જામનગરની કોર્ટ લોબીમાં હાથકડી પહેરવાના મામલે એક કેદી અને તેના ભાઈ વગેરેએ પોલીસ પાર્ટી સાથે ઝપાઝપી અને ઝગડો કર્યા પછી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ જાપ્તા હેઠળ રહેલા આરોપી કેદી તેમજ તેની સાથે હાજર રહેલા અને અગાઉ જામીન પર છુટેલા આરોપી તેના ભાઈ સહિત બે સામે સિટી-એ ડીવિઝન પોલીસ મથકમાં પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો દાખલ કરાયો છે, જ્યારે એક આરોપી દારૂના નશામા ચકચૂર હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો અલગથી કેસ કરાયો છે.
જે મામલો આખરે સીટી- એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. સૌપ્રથમ જેલમાં રહેલા કેદી વિક્રમસિંહ ભુપતસિંહ કે જેને ફરીથી જેલ હવાલે કરાયો હતો, જયારે પ્રકાશસિંહ ભુપતસિંહ ને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી ફરજ પર રહેલા અજયસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કોન્સ્ટેબલે બંને ભાઈઓ વિરૂધ પોલીસમાં ફરજ રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને ભાઈઓ સામે આઈ.પી.સી. કલમ 353,186,506,114, ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ આરોપી પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર રહે. નાઘુનાની વિરુઘ્ધ દારૂના નશામાં હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અંગેનો પણ કેસ કરાયો છે.