લાલપુરના સિંગચ ગામમાં ખાનગી પ્રેકટીસ કરતા ગોસ્વામી ક્લીનીકમાં કમ્પાઉડર બન્યો ડોક્ટર
- ડોક્ટર ૨જા ઉપર જતા કમ્પાઉડર દર્દીઓને દવા દેતો હોવાનો વિડીઓ સોશિયલ મીડીયા થયો વાઈરલ: અવાર-નવાર બોગસ ડોક્ટર પોલિસ ચોપડે ચડી જાય છે.
- સ્થાનિક જાગૃત નાગરીક કલીનીકે દવા લેવા જતા બનાવ પ્રકાસમાં આવ્યોઃ ડીગ્રી માંગતા ભાંડો ફુટ્યો
- જાગૃત નાગરીકે રજા ઉપર ગયેલ ડોક્ટર સાથે ટેલીફોનિક વાત કરતા ડોક્ટરે કબૂલ્યું: નાની-મોટી દવા માટે શહેરમાં ધક્કો ‘ન’ ખાવો પડે માટે ક્લીનિક ખૂલું રાખ્યું છે.
- જિલ્લાઓના ગામડાઓમાં બેરોકટોક ધમધમતા ગેરકાયદેસર દવાખાના ઉપર લગામ ક્યારે..!!
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં ડિગ્રી વગર દર્દીઓની તપાસણી કરી કમ્પાઉડર દવા દેતો હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતા તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયા છે. બીજી બાજુ ડીગ્રી વગર દવા આપવાના કારણે કોઈ અનિરછીય બનાવ બને અથવા તો દવાના ઓવરડોઝથી કોઈ દર્દીનો જીવ જોખમાં મુકાયતો જવાબદારી કોની.!!
તેવો જ બનાવ લાલપુરના સીંગચ ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોક્ટર બની કમ્પાઉડર દર્દીઓને દવા દેતો કેમેરામાં કેદ થતા અફડાતફડી મચી ગઇ હતી ગામડાઓમાં ગેરકાયદેસર ધમધમી રહેલા દવાખાનામાં સિંગચ ગામ વિસ્તારના ગરીબ અને અભણ અને પછાત સમાજના દર્દીઓ પાસેથી મસમોટી ફી વસુલ કરાઈ રહી છે. આવા બોગસ ઘોડા ડોક્ટર ડિગ્રી ”ન” હોવા છતા બેરોકટોક પ્રેક્ટીસ કરતા અવાર-નવાર પોલીસ ચોપડે ચડી જાય છે.આવા બોગસ ઘોડા ડોક્ટરો પાસેથી ઈલાજ કરાવવો માનવજીવન સાથે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.