જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ડીસેમ્બર ૨૩, જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં .ડે. મેયર ક્રિષ્નાબેન શોઢા, એમ.પી.શાહ મેડિકલ કોલેજ ડીન નંદિનીબેન દેસાઈ, જી.જી હોસ્પિટલ આર.એમ.ઓ. પ્રમોદભાઈ સક્સેના મ્યુની. સભ્યશ્રીઓ, દરેક શાખાના શાખા અધિકારીશ્રી તેમજ શાખાના કર્મચારીઓ , જી.જી. હોસ્પિટલ સ્ટાફ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા હતા, અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.