જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારી યુવાન પર હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધાવાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૫ જામનગરમાં પરમદીને રાત્રે ત્રણ બત્તી વિસ્તારમાંથી સ્કૂટર પર જઈ રહેલા એક યુવાન પર હુમલો કરાયો હતો, અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે બનાવવામાં હુમલાખોર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટીંબા ફળી વિસ્તારમાં રહેતો મોબીન સલીમભાઈ નામનો ૩૦ વર્ષનો મેમણ વેપારી યુવાન પરમદિને રાત્રે ૧૧.૪૫ વાગ્યાના અરસામાં જૂની અનુપમ સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન વાહન ચલાવવા બાબતે ઈન્દ્રીસ યુનુસ ભાઇ સોઢા નામના શખ્સ સાથે તકરાર થઈ હતી.જેણે ઉસકેરાઈ જઈ લોખંડની જાળી વડે માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી દેતાં મોબીનભાઈ ને ઇજા થઈ હતી, અને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે હુમલા ના બનાવ અંગે પોલીસે હુમલાખોર આરોપી ઈન્દ્રીસ યુનુસભાઇ સોઢા સામે ગુનો નોધ્યો છે, અને હાલ તે ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.