Home Gujarat Jamnagar જામનગર ખોડીયાર કોલોનીમાં બાળ મજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો

જામનગર ખોડીયાર કોલોનીમાં બાળ મજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો

0

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાળમજૂરી કરાવનાર એક હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો

  • પોલીસની ટીમેં હોટલમાં કામ કરતા બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ નવેમ્બર ૨૪ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવતો હોવાની માહિતી જામનગરની એ.એચ.યૂ. ટી. ની ટીમને મળી હતી, જેથી ઉપરોક્ત પોલીસ ટુકડી ગઈકાલે સાંજે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી જય ગોપાલ માલધારી ટી.સ્ટોલ માં તપાસ અર્થે પહોંચી હતી, જયાં તપાસ કરતાં ૧૪ વર્ષની વયનો એક બાળક તેમજ ૧૩ વર્ષની વય નો એક બાળક, આમ બે બાળકો ચા ની હોટલમાં કામ કરતા મળી આવ્યા હતા, અને હોટલ સંચાલક દ્વારા બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી પોલીસ ટીમે બંને બાળકોને ત્યાંથી મુક્ત કરાવ્યા હતા, અને જામનગર જિલ્લા બાળ સુરક્ષા ગ્રહ માં કરી દીધા હતા. આ ઉપરાંત હોટલના સંચાલક સપડા ગામમાં રહેતા મુન્નાભાઈ લાખાભાઈ જોગસવા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમ ૩, ૧૪(૧) તથા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર એ.એચ.યૂ. ટી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version