જામનગર ના એક વેપારીને પ્રેમજાળમાં ફસાવી ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ૧ લાખ નો હાર પડાવ્યો
-
વેપારી યુવાન અને તેની પત્ની તથા બાળકોને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
-
આરોપી : – (૧) રેખાબા પ્રવિણસિંહ ઝાલા (૨) પ્રવિણસિંહ ઝાલા (૩) મહાવીરસિંહ ગોહિલ રહે- કૃષ્ણનગર સત્ય મકોલોની જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ માર્ચ ૨૫ જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી કેટલાક ન્યૂડ ફોટા પાડી લીધા બાદ તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧ લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે તેમજ વેપારી અને તેના પત્ની તેમજ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અલ્પેશ સાથે આરોપી મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી લીધા બાદ તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે તેમજ અવારનવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી રૂપિયા એક લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે પોલીસમાં જાહેર કરાયું છે.