જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા ૧૪ વર્ષના તરુણ નો વીજ આંચકો લાગતાં મૃત્યુ થવાથી ભારે અરેરાટી
-
એક ખેડૂતે વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી કાંટાળી તારને અડી જતાં બાળકનો ભોગ લેવાયો
-
બાળકના પિતાની ફરિયાદ ના આધારે વાડીની ફરતે વીજ શોક ગોઠવનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫, જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા ૧૪ વર્ષના એક તરુણનું વિજ આંચકો લાગતાં મૃત્યુ નીપજયું છે. એક વાડીના શેઢે પતંગ લેવા જતાં તેમાં ગોઠવેલા ચાલુ વિજ પ્રવાહ સાથેના વિજતારમાંથી એકાએક તરુણને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે.