જામનગર તાલુકાના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો
-
કુટુંબી ભાણેજ આઠ વર્ષની બાળકી સાથે કુટુંબી મામાએ શારીરિક અડપલાં કર્યા બાદ માથું પછાડી હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર
-
બાળકીની માતાની ફરિયાદ ના આધારે કુટુંબી મામા સામે હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયતમાં લીધો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. અને મામા સામે ફિટકાર ની લાગણી વરસી રહી છે.
જયાં ૮ વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા એવા નિતીન માણેક સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.