Home Gujarat Jamnagar લીમડા લાઇન બ્રિલીયન્ટ સ્કુલ પાસેથી હિતેશ મોહનભાઈ ચૌહાણ સહિત ૩ ઝડપાયા :...

લીમડા લાઇન બ્રિલીયન્ટ સ્કુલ પાસેથી હિતેશ મોહનભાઈ ચૌહાણ સહિત ૩ ઝડપાયા : જામનગરના બુટલેગરો પર પોલીસની તવાઇ

0

જામનગરના બુટલેગરો પર પોલીસની તવાઇ: ચાર દરોડામાં 3 ઝડપાયા, બે ફરાર

જામનગર: જામનગર શહેરમાં પોલીસે બુટલેગરો પર તવાઇ બોલાવતા શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ અલગ-અલગ દરોડાઓમાં 3 શખસને ઝડપી લીધા છે જયારે બે શખસ ફરાર જાહેર કરાયા છે.

લીમડાલાઇનમાં દારૂની બોટલ સાથે ઝડપાયો
સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લીમડાલાઈન, બ્રીલીયન્ટ સ્કુલ પાસે, જાહેરમાં જામનગરમાં આ કામના આરોપી હિતેશભાઈ મોહનલાલ ચૌહાણ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-1, કિંમત રૂ.500/- ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાંથી દારૂની છ બોટલ ઝડપાઈ
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.9-8-ર0ર1ના દિ.પ્લોટ-પ8, શાંતિ નિકેતન એપાર્ટમેન્ટના પાકશ્નગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-6, કિંમત રૂ.2400/- ની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન આરોપી હિરેનભાઈ કિશોરભાઈ બાવાજી હાજર નહીં મળી આવી ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શાંતિનગર-1માં ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે શખ્સ ઝડપાયો : એક ફરાર
જામનગર : અહીં સીટ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.10-8-ર0ર1 ના શાંતિનગર-1, યોગી પાન પાસે, જામનગરમાં આ કામના આરોપી ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-3, કિંમત રૂ.1500/- ની રાખી નીકળતા રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈંગ્લીશ દારૂની બાવન બોટલ સાથે શખ્સ ઝડપાયો
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.10-8-2021ના પટેલ કોલોની શેરી નં.9/2, આર.એમ.ગોરીયા સ્કુલ સામે, આદેશ્વર રેસીડેન્સીના પાર્કિંગ જામનગરમાં આ કામના આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાની મારૂતી અલ્ટો કાર જેના રજી.નં.જી.જે.10-એપી-3178, કિંમત રૂ.2,00,000/- માં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-પર, કિંમત રૂ.26,000/- ની વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન આરોપી સહદેવસિંહ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી, હાજર નહીં આવી ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version